આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કોબીજ અને ડુંગળીને છીણી, છીણ કરવું. તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, રવો, મીઠું, હળદર, વાટેલાં આદુ-મરચાં, વાટેલું લસણ, દહીં, ખાંડ, લીલા ધાણા, તલ અને તેલનું મોણ નાંખી, કણક તૈયાર કરવી. હાથે તેલ લગાડી, તેના જાડા બ્રેડ જેવા વીંટા (સ્લાઈસ કપાય તેવા લોફ) વાળી, કૂકરમાં વરાળથી બાફી લેવાં. ઠંડા પડે એટલે મોટા, પહોળા બેકિંગ બાઉલમાં તેલ લગાડી વીંટા ગોઠવી દેવા. તેના ઉપર લીલી ચટણી પાથરવી. તેમાં સ્લાઈસ માટે ક્પા પાડી, કોપરાનું ખમણ, તલ, ખસખસ પાથરી, લાલ મરચાંની ભૂકી છાંટવી. 4 ચમચા તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી, ચારે બાજુ ફરતો રેડી દેવો. ગરમ ઓવનમાં 350 ફે. તાપે 25 મિનિટ બેક કરવું. કડક અને બદામી રંગ થાય એટલે કાઢી, સ્લાઈસ કાપી લેવી. ટોમેટો સોસ સાથે સ્લાઈસ પીરસવી.
You may also like