આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- કાબુલી ચણાને આખી રાત પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે તેને કુકરમાં ત્રણ કપ પાણી રેડી બાફો. બાફતી વખતે તેમાં ચાની ભૂકી અને સૂકા આમળાને પોટલીમાં બાંધીને મીઠા સાથે મૂકી દો. ચાર-પાંચ સીટી થાય ત્યાં સુધી બફાવા દો. પછી તેમાંથી એ પોટલી કાઢી લો. ત્રણ ટામેટાંની પ્યોરી બનાવો અને એકને ટુકડા સમારો. એક ચમચી જીરું શેકી તે ઠંડું થાય એટલે તેનો પાઉડર બનાવો. એક પેનમાં બે ચમચા તેલ ગરમ કરી, તેમાં બાકીનું જીરું સાંતળો.
ત્યાર બાદ ટામેટાંની પ્યોરી રેડી તેલ છુટું પડે ત્યાં સુધી ઉકળવા દો. તેમાં ધાણાનો પાઉડર, જીરાનો પાઉડર, મરચું અને આમચૂર નાખી ફરી તેલ છુટું પડવા દો. હવે તેમાં નિતારેલાં બાફેલા ચણા નાખી મિક્સ કરો. જરૂર લાગે તો મીઠું ભેળવો અને પાંચ-દસ મિનિટ સુધી બરાબર ખદખદવા દઇ આંચ પરથી નીચે ઉતારી લો. બીજા પેનમાં બાકીનું તેલ ગરમ કરી તેમાં ટામેટાંના ટુકડાને સાંતળી આ મિશ્રણ તેમાં ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો. સમારેલી કોથમીરથી સજાવીને સર્વ કરો.
You may also like