આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- ઘઉંના લોટન મૂઠ્ઠીભર મોણ જેટલું તેલ લગાવી તેને મોઈ નાખો.હવે તેમાં ગરમ હુંફાળા પાણીનો ઉપયોગ કરીને લોટને કઠણ બાંધવો અને તેના મૂઠીયા બનાવવા. આ મૂઠીયાને તેલમાં તળવા. મૂઠિયા સહેજ ગુલાબી થાય ત્યાં સુધી તળો. હવે આ મૂઠીયાને બે કકડા કરી ખુલ્લા મૂકવા અને સામાન્ય ઠંડા થવા દેવા. ઠંડા પળતા જ બે હાથ વચ્ચે લઈને મસળી કાઢવા.આ પછી થયેલા ભૂકાને ચાળી કાઢવો. ચારણી નીચે કકરા લોટ જેવો ભૂકો પડશે. જ્યારે ચારણીની અંદર જે જાડો મોટો ભૂકો વધે એને મીક્સરમાં ક્રશ કરીને જાડો દળી કાઢવો. અને તેને પણ ચારણીમાંથી ચળાઈને નીકળેલા ભૂકામાં ઉમેરી ને મીક્સ કરી દો.
હવે તાવડીમાં ધી લઈ તેમાં તલ અને કોપરુ હલાવીને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવા. પછી તેને ઉપર તૈયાર થયેલા લોટ જેવા ભૂકામાં ભેળવી દો. હવે ઘીને ખાસ્સુ ગરમ કર અને તેમાં ચપ્પુથી પતરી જેવો કાતરેલો ગોળ ઉમેરી દો. ઘીમાં ગોળ ઓગળે એટલે તુરંત આ મિશ્રણને ઉપર તૈયાર થઈ ગયો છે એ ભૂકામાં ઉમેરીને ભેળવી દો.અને મિશ્રણને ગોળ લાડુનુ સ્વરૂપ આપી દો. હવે તેના પર ખસખસ લગાવી શણગારી દો.અહીં હું એક ટીપ આપી દઉં કે આ રીત પ્રમાણે લાડુ તૈયાર કરીને છેલ્લે જ્યારે લાડવા વાળવાનો વખત આવે ત્યારે નાના વાળજો.
You may also like