આવશ્યક સામગ્રી (Ingredients)
બનાવવાની રીત (Directions)
- સૌ પ્રથમ મેદાના લોટમાં ઘીનું મોણ નાખી સાધારણ ગરમ પાણી થી લોટ પલાળવો. આ લોટમાં દંહી નાખો અને તનું જાડું ખીરું બનાવો. આ ખીરાને 24 કલાક રાખી મૂકવું.
હવે ચાસણી બનાવવા માટે ખાંડ ડૂબે તેટલું પાણી લઈને ગેસ ઉપર મૂકવું અને તેને સતત હલાવતા રહેવું. ખાંડ ઓગળે અને પરપોટા દેખાય એટલે માનવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. આ ચાસણીને નીચે ઉતારી તેમાં થોડું કેસર નાખવું અને એલચી પાવડર નાખવો.
આ પછી બીજી બાજુ કઢાઈ માં ઘી મૂકવું. હવે અગાઉ તૈયાર કરેલું ખીરૂં નીચેથી કાણાવાળો લોટો લઈ તેમાં ભરવું. કઢાઈમાં મૂકેલું ઘી ગરમ થાય ત્યારે લોટો ગોળ ગોળ ફેરવીને જલેબીના ચકરડા ઉતારવા. આ ચકરડા બરાબર તળાઈ જાય એટલે તેને નીચે ઉતારી, અગાઉ તૈયાર કરેલી ચાસણીમાં 5 થી 10 મિનિટ રાખવા. બસ ! જલેબી તૈયાર છે. પ્લેટમાં કાઢીને તેને ફાફડા સાથે લેવાથી સ્વાદિષ્ટ લાગે છે.
You may also like